ગાંધીધામ: મહાનગરપાલિકા દ્વારા ઓમ સિનેમાથી ફ્રેન્ડ સ્ક્વેર માર્ગ પર મેગા સફાઈ અભિયાન યોજાયું
ઓમ સિનેમાથી ફ્રેન્ડ સ્ક્વેર માર્ગ પર ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેગા સફાઈ અભિયાનમાં સાંસદ, ધારાસભ્ય, મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ, NCC કેડેટ્સ અને નાગરિકો જોડાયા હતા.સફાઈ અભિયાન દરમિયાન માર્ગોની સફાઈ, કચરાનું સંકલન અને નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.મનપાના આ પ્રયાસને નાગરિકો દ્વારા પણ સરાહના મળી હતી.