અંજાર: શ્રી શેઠ ડી.વી. સ્કૂલ અંજારની દીવાલો બની “બોલતી દીવાલ”
Anjar, Kutch | May 28, 2026 અંજાર સ્થિત શ્રી શેઠ ડી.વી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન અનોખી સર્જનાત્મક પહેલ હાથ ધરવામાં આવી હતી. શાળાના આચાર્ય જયેશ પીઠડીયાના માર્ગદર્શન હેઠળ શાળાની દીવાલોને “બોલતી દીવાલ” બનાવતા મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ અને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા મહાનુભાવોના આકર્ષક ભીંતચિત્રો દોરી શૈક્ષણિક અને પ્રેરણાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.