ગાંધીનગર: લોકો સાથે છેતરપિંડી કરીને કોલ સેન્ટર ચલાવતા ૫ શખ્સને મુંબઈ ખાતેથી સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા
ગાંધીનગર સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઈન છેતરપીંડી કરતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું.સાયબર ક્રાઇમે અગાઉ દાખલ થયેલ ગુન્હા નો એનાલિસિસ કરી મુંબઈ ખાથેથી કોલ સેન્ટર ઝડપી પડયું.સાયબર ક્રાઇમે 5 સભ્યોની મુંબઈ ખાતેથી કરી ધરપકડ.ભોગ બનનારને વિશ્વાસમાં લઈને છેતરપીંડી ને આપતા હતા અંજામ.આરોપીઓ અલગ અલગ મોબાઈલ નંબરથી કોલ કરી 9,50,000ની છેતરપીંડી કરાઈ હતી.આરોપીઓ ડમી સીમકાર્ડ લઈને આમ નાગરિકને શેરબજારમાં રોકાણ કરાવતા હતા.