ગાંધીનગર: ગ-5 સર્કલ પાસે અકસ્માતની ઘટના, ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ધટનામાં ચંદખેડાની મહિલાનું મોત
શહેરના ગ-5 સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ધટના બની હતી. જેમાં ડમ્પર ચાલકે એકટીવા ચાલકને ટક્કર મારી ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે તેને આગળ થી પકડી પાડ્યો છે. મહિલા તેના બાળકી સાથે ચાંદખેડા થી ગાંધીનગર કામ અર્થે આવી રહ્યા હતા. અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે અને બાળકી ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે