ગાંધીનગર: ડિજિટલ સિસ્ટમથી હાજરી પૂરવા સામે કર્મચારીઓનો જુના સચિવાલય ખાતે વિરોધ યથાવત જોવા મળ્યો
ડિજિટલ સિસ્ટમથી હાજરી પૂરવા સામે કર્મચારીઓનો વિરોધ યથાવત મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને ડિજિટલ હાજરી પૂરવા બાબતે પરિપત્ર કર્યો હતો. આ પરિપત્ર સામે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ વિરોધ નોંધાવી રહ્યો છે. આ સિસ્ટમ લાગુ કરવા ની સાથે કર્મચારીઓ એ વાંધા સૂચનો સરકાર ને રજૂ કર્યા છે. કર્મચારીઓની ગોપનીયતા અને વિશ્વસનીયતા ઉપર પણ સવાલ ઉભા થયા છે. આ એપ્લિકેશન માં ડેટા એક્સેસ થશે અને સર્વરમાં દૈનિક હાજરી લેવાશે.