ગાંધીનગર: CM ભૂપેન્દ્ર પટેલે 3 વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને રહેતા અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો
ગુજરાતના ટેબ્લો "આનર્તપુરથી એકતાનગર સુધી-વિરાસતથી વિકાસનો અદ્ભૂત સંગમ"ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા છે. ગુજરાતના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસનું પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે.CM ભૂપેન્દ્ર પટેલે છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિદ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરિકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો.