સુરતમાં ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં માટીની મૂર્તિઓને ખાસ ‘ફિટિંગ ઓર્નામેન્ટ્સ’થી શણગારવામાં આવી રહી છે. વિસર્જન સમયે આ ઓર્નામેન્ટ્સ સરળતાથી દૂર થઈ જાય છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય. સુરતના આર્ટિસ્ટ પરિમલભાઈ ગજ્જર અને તેમની ટીમ છેલ્લા ત્રણ મહિનાથી દિવસ-રાત મહેનત કરી આ અનોખો શણગાર તૈયાર કરી રહી છે. ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો આ પ્રયાસ હવે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
#HumDekhengeNews #EcoFriendlyGanesh #GaneshChaturthi #SuratNews #GaneshIdol