વડોદરા ગેસ લિમિટેડે બાકી બિલની વસૂલાત માટે નાગરવાડા વિસ્તારમાં કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન 81 ગેસ કનેક્શનોની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી અત્યાર સુધીમાં કુલ રૂ. 3.97 લાખની બાકી રકમ વસૂલવામાં આવી છે. કંપનીના અધિકારીઓએ કારેલીબાગ પોલીસના કાફલા સાથે સ્થળ પર તપાસ હાથ ધરતાં વિસ્તારમાં ચકચાર મચી હતી. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકોને વહેલી તકે બાકી રકમ ભરવા તાકીદ કરવામાં આવી છે. સમયસર ચુકવણી કરનાર ગ્રાહકોને દંડમાં રાહત આપવાની જોગવાઈ વચ્ચે આ અભિયાનથી બાકીદારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે
#HumDekhengeNews #VadodaraGas #BillRecovery #VadodaraNews #GujaratNews #GasConnection
Ahmadabad City, Ahmedabad | Sep 11, 2026