શહેરા: બોરીયા જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર મગનભાઈ પટેલીયાને જીતાડવા મહિલા મોરચો પ્રચાર માટે મેદાનમાં ઉતર્યો
શહેરા તાલુકાની બોરીયા જિલ્લા પંચાયત સીટ પર ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ભાજપના ઉમેદવાર મગનભાઈ વિરમભાઈ પટેલીયાના સમર્થનમાં મહિલા હોદ્દેદારો અને કાર્યકરો પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. ભાજપના ઉમેદવાર મગનભાઈ પટેલીયાને જંગી બહુમતીથી જીતાડવા માટે મહિલાઓએ 'ઘર-ઘર સુધી પહોંચો' ની રણનીતિ અપનાવી છે.