જાંબુઘોડા: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા વડાલ ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન, તાલીમ અને બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા કુલપતિના સીધા માર્ગદર્શન હેઠળ વડાલ ગામ ખાતે ‘ખરીફ ઋતુ પાક નિદર્શન, તાલીમ અને બિયારણ વિતરણ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ખરીફ ઋતુમાં ખેડૂતો પ્રાકૃતિક અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવી આર્થિક સદ્ધરતા મેળવે તે માટેનો હતો.આ સફળ આયોજન યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. રશ્મિકાન્ત ગુર્જર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક કુ. રવિના પી. અમીપરા હાજર રહ્યા હતા