મણિનગર: દાણીલીમડામાં નકલી પત્રકાર બની તોડપાણી કરતા બે ઝડપાયા
દાણીલીમડામાં નકલી પત્રકાર બની તોડપાણી કરતા કૃણાલ મુનશી અને જયેશ ઠક્કર નામના બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ પત્રકારની ખોટી ઓળખ આપી ફરિયાદી વિરુદ્ધ સમાચાર છાપવાની ધમકી આપતા અને ડરાવીને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી ઉઘરાણી કરતા હતા. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.