ખંભાત: પોપટપુરાના બંધ મકાનની જાળી તોડી તસ્કરો ₹૧.૪૫ લાખની મત્તાની ચોરી કરીને ફરાર
ખંભાત તાલુકાના પોપટપુરા ગામના ભાથીજી મંદિર પાસે રહેતા એક પશુપાલકના ઘરે ગત 4થી તારીખના રોજ રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા.ઘરની પાછળ આવેલા રસોડાની દિવાલે લગાવેલી લોખંડની જાળી ખોલીને અંદર ઘૂસ્યા હતા.ત્યારબાદ ઘરમાં તિજોરીનું ગુપ્ત ખાનું કોઈ હથિયારથી તોડીને અંદરથી 1.45 લાખની મત્તાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.