અંજાર: શ્રી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે 131મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો
Anjar, Kutch | Jun 26, 2026 શ્રી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, અંજાર દ્વારા શ્રી સદગુરુ પૂજ્ય રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સહયોગથી લોહાણા મહાજન વાડી ખાતે 131મા વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નેત્રયજ્ઞના યજમાન તરીકે નીલમબેન હરિશકુમાર ઠક્કર પરિવાર રહ્યા હતા.નેત્રયજ્ઞ દરમિયાન ડોક્ટરો દ્વારા 97 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી,જેમાંથી 37 દર્દીઓને ઓપરેશન માટે સદગુરુ હોસ્પિટલ, રાજકોટ મોકલવામાં આવ્યા, જ્યારે અન્ય દર્દીઓને જરૂરી દવા અપાઈ.