જાંબુઘોડા: તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારોના ગુમ થયેલા 6 મોબાઈલ શોધી પરત કરતી જાંબુઘોડા પોલીસ
જાંબુઘોડા પોલીસ પીઆઈ એ.બી.ગામેતી ના સૂચના અને માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ અંતર્ગત જાંબુઘોડા પંથકમાં લોકોના ગુમ થયેલા મોબાઈલ અરજીઓને લઈ પોલીસ કર્મચારીઓએ વિવિધ રીતે તપાસ હાથ ધરી 6 અરજદારોના ફૂલ 1,07,994 રૂ.ના મોબાઈલ પરત આપતા અને તેઓના મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો