ભાવનગર શહેર: જિલ્લા જેલ ખાતે કેદીઓએ 3 કરોડ 51 લાખ 78 હજાર 500થી વધુ મંત્રોનું લેખન કરી આધ્યાત્મિક ઈતિહાસ સર્જ્યો
Bhavnagar City, Bhavnagar | Sep 8, 2026
ભાવનગર જિલ્લા જેલમાં કેદીઓએ 3 કરોડ 51 લાખ 78 હજાર 500થી વધુ મંત્રોનું લેખન કરી આધ્યાત્મિક ઈતિહાસ સર્જ્યો છે. જેલ સુપ્રિટેન્ડન્ટ ડી.ડી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કેદીઓના હૃદય પરિવર્તન અને માનસિક શાંતિ માટે દેવસ્થાન રામમંત્ર મંદિરના સહયોગથી આ પહેલ હાથ ધરાઈ હતી. કાળિયાબીડના રામમંત્ર મંદિર દ્વારા પુસ્તિકાઓનું વિતરણ કરાયું હતું. કેદીઓએ રામનામ, સીતારામ અને નમઃ શિવાય સહિતના મંત્રોનું લેખન કરી પુસ્તિકાઓ જેલ પ્રશાસનને સોંપી હતી.