અંજાર: ભીમાસર સીમમાં વીજ વાયરની ચોરીનો પ્રયાસ; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Anjar, Kutch | Apr 27, 2026 અંજાર તાલુકાના ભીમાસર સીમમાં થાંભલા નં.૧૫ અને ૧૬ પાસે વીજ વાયરની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેલસ્પન કંપની ૨૨૦ કેવી વીજલાઈનના થાંભલા નં.૧૫-૧૬ પર બે બાઈક લઈને ઈસમો ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા. જોકે સિક્યુરિટી ગાર્ડ જોઈ જતા પીછો કરવામાં આવ્યો હતો ત્યારે ખેતરમાં બાઈક અને ટોર્ચ મૂકીને આરોપી ભાગી ગયા હતા. જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.