ગોધરા: ગોધરામાં શ્રી અંબિકા ચોક ગણેશ યુવક મંડળ અને વાલ્મિકી યુવક મંડળની ભવ્ય ગણપતિ આગમન યાત્રા યોજાઈ
ગોધરામાં શ્રી અંબિકા ચોક ગણેશ યુવક મંડળ અને વાલ્મિકી યુવક મંડળની ભવ્ય ગણપતિ આગમન યાત્રા યોજાઈ ગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના શ્રી અંબિકા ચોક ગણેશ યુવક મંડળ અને વાલ્મિકી યુવક મંડળ દ્વારા ભવ્ય ગણપતિ આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સાથે આગમન યાત્રા યોજાઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ગણપતિ બાપ્પાના જયઘો