અંજાર: અંજાર તાલુકા પંચાયતનું સુકાન સંદીપ ચાવડાને : ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખ સહિત હોદેદારોના નામો જાહેર કર્યા
Anjar, Kutch | May 22, 2026 અંજાર તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત બાદ નવા હોદેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સંદીપભાઈ ચાવડા તથા ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ગોપાલભાઈ વીરાની પસંદગી કરવામાં આવી છે.સાથે જ કારોબારી ચેરમેન તરીકે દીપકસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે જીવાભાઈ રબારી અને દંડક તરીકે નૌતમભાઈ ચૌહાણના નામો જાહેર કરાયા છે. પક્ષની બેઠકમાં જિલ્લા અને તાલુકાના આગેવાનો તેમજ ચૂંટાયેલા તમામ ૧૫ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.