નખત્રાણા: નખત્રાણા ટ્રાફિક સમસ્યાથી જનતા પરેશાન, બાયપાસની માંગ
નખત્રાણા ટ્રાફિક સમસ્યાથી જનતા પરેશાન, બાયપાસની માંગ નખત્રાણામાં આડેધડ પાર્કિંગ અને હાજીપીરના મેળાને પગલે વાહનોની લાંબી કતારોથી પ્રજા તોબા પોકારી ઉઠી છે. જાગૃત નાગરિક શિવભાઈ રાજદેના જણાવ્યા અનુસાર, બસ સ્ટેશનથી માકાણી હોસ્પિટલ સુધી ટ્રાફિક જામ રહે છે. વહીવટી તંત્ર તાકીદે દબાણો હટાવે અને કાયમી ઉકેલ રૂપે બાયપાસ રોડ બનાવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.