ગાંધીધામ: શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે ચાલી રહેલી કામગીરી અંતર્ગત બી ડિવિઝન પોલીસ દ્વારા કિડાણા વિસ્તારમાં એક વધુ કાર્યવાહી
ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે જાહેર રસ્તા પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ આજે દૂર કરવામાં આવ્યું છે. આરોપી શબ્બીર સુલેમાન કાનગડાએ પોતાના અંગત ફાયદા માટે મકાનની આગળના ભાગે 105 સ્ક્વેર ફૂટ જમીન પર પાકું બાંધકામ કરી જમીન દબાવી હતી, જેના કારણે વાહન વ્યવહારમાં અડચણ ઊભી થતી હતી. આ જમીનની બજાર કિંમત ₹1,15,555/- આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ગાંધીધામના વિવિધ પોલીસ મથકોમાં એટ્રોસીટી એક્ટ તથા ચોરી(BNS અને IPC) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.