હાલોલ: હાલોલમાં મિત્રો વચ્ચેની નશાની મહેફિલ લોહિયાળ બની,ત્રણ મિત્રોએ ભેગા મળી યુવક પર કર્યો જીવલેણ હુમલો
હાલોલના કણજરી રોડ પર આવેલી કોલેજના ગેટ પાસેની અવાવરું સરકારી જમીન ફરી એકવાર અસામાજિક પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં આવી છે. અહીં ચાર મિત્રો ડ્રિંક કરવા બેઠા હતા, ત્યારે કોઈ વાતને લઈને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા ત્રણ યુવકોએ ભેગા મળી તેમના મિત્ર ભવદીપ પરમાર પર હુમલો કર્યો હતો.