અંજાર: અંજાર સહિત સમગ્ર કચ્છમાં જારી કરાયેલ ઓરેન્જ એલર્ટ વચ્ચે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હીટવેવથી બચવા નાગરિકોને અપીલ
Anjar, Kutch | May 12, 2026 અંજારના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી નાગરિકોને હીટવેવથી બચવા જરૂરી સાવચેતીઓ રાખવા અપીલ કરી છે. તેમણે વધુમાં વધુ પાણી અને જ્યૂસનું સેવન કરવા, સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા તેમજ બપોરના સમયે તડકામાં બહાર ન નીકળવા સલાહ આપી છે.સાથે જ બહારથી આવ્યા બાદ તરત જ ઠંડુ પાણી ન પીવું તથા સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કર્યો છે.