ગાંધીધામ: મનપાની પ્રથમ સામાન્ય સભા બાદ કચેરી ખાતે પાણી મુદ્દે હોબાળો, ડેપ્યુટી કમિશનરે રજૂઆત સાંભળી મામલો શાંત પાડ્યો #Jansamasya
ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પૂર્ણ થતાં જ આદિપુરના ફોર-બી વિસ્તારના રહેવાસીઓએ પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા રહેવાસીઓએ નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી.પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજે રહેવાસીઓને પોતાની ચેમ્બરમાં બોલાવી શાંતિપૂર્ણ વાતાવરણમાં તેમની રજૂઆત સાંભળી હતી.ત્યારબાદ મામલો શાંત થયો હતો.