મોરવા હડફ: જિલ્લા LCB પોલીસે મોરવા હડફના બામણા ફળિયા ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક ઇસમ સામે નોંધ્યો ગુનો
જિલ્લા LCB પોલીસની ટીમે તા.10 એપ્રિલ શુક્રવારના રોજ સાંજના સમયે બામણા ફળિયા ખાતે રહેતો વિનેદકુમાર બારીયાના ઘરેથી વિદેશી દારૂના ક્વાટરિયા અને બિયરના ટીન નંગ 10 જેની કિંમત 1175 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન વિનોદકુમાર ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે