ભચાઉ: જંગી ગામે ઘરની પાછળ સુકા ઘાસચારામાં આગ લાગતા દોડધામ
Bhachau, Kutch | May 9, 2026 ભચાઉ તાલુકાના જંગી ગામે આજે શનિવારે સાંજના અરસામાં ઘરની પાછળ પડી રહેલા સુકા ઘાસચારામાં અગમ્ય કારણોસર વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા ભચાઉ નગર પાલિકાની ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.