ગાંધીધામ: મનપા ચૂંટણીમાં માત્ર 1 ફોર્મ પરત ખેંચાયું ;બાકી રહેલા ઉમેદવારો વચ્ચે આગામી દિવસોમાં આક્રમક પ્રચાર જોવા મળશે
ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના જંગમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બન્યું છે. સમગ્ર ગાંધીધામની બેઠકો પર કુલ 160 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાંથી આજે છેલ્લા દિવસે માત્ર 1 ઉમેદવારે પોતાની દાવેદારી પરત ખેંચી છે. વોર્ડ 10ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર સોનલબેન હરેશભાઈ મારુએ અચાનક મેદાન છોડી દેતા રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.