આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્રદેવગઢ બારિયા ખાતે ‘કિચન ગાર્ડન’ વિષયક ખેડૂત તાલીમ યોજાઈ
આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારિયા તથા જિલ્લા બાગાયત કચેરી, દાહોદના સંયુક્ત ઉપક્રમે ‘કિચન ગાર્ડન: રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા ઘરગથ્થું શાકભાજી ઉત્પાદન’ વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્રના વડા ડૉ. એસ. એસ. થોરાત, બાગાયત અધિકારી શ્રી શક્તિસિંહ પરમાર, ડૉ. જી. કે. ભાભોર, શ્રી બુધાભાઈ બારિયા અને ડૉ. સી. જે. પટેલ દ્વારા કિચન ગાર્ડનના મહત્વ, પોષણ, પ્રાકૃતિક ખેતી, પાક સંરક્ષણ તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન જિલ્લા બાગાયત કચેરી દ્વારા વિવિધ ૧૦ પ્રકારના શાકભાજીના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ટી.આર.ટી.સી., દેવગઢ બારિયા દ્વારા દરેક તાલીમાર્થીને ૧૦ સરગવાના રોપા આપવામાં આવ્યા હતા. આ પ્રવ�
Dohad, Dahod | Sep 11, 2026