દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના ઉચવાણ ગામેથી દીપડો પાંજરે પુરાયો
દેવગઢ બારીયાના ઉચવાણ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડાની હાજરીને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. દરમિયાન શિકારની શોધમાં પાંજરા તરફ આવેલો દીપડો તેમાં ફસાઈ જતા વન વિભાગની ટીમે તેને પાંજરે પુર્યો હતો.
દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા કેટલાક દિવસથી રહેલો ભય દૂર થતાં ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
Dohad, Dahod | Sep 12, 2026