અંજાર: પોલીસે નવાનગર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
Anjar, Kutch | Jun 23, 2026 પૂર્વ કચ્છમાં ચાલી રહેલા "No Drugs in East-Kutch Campaign" અંતર્ગત અંજાર પોલીસે બાતમીના આધારે પોલીસે નવાનગર રેલવે પાટા નજીક દરોડો પાડી **અબ્દુલ ભચ્ચુ બાફણ (રહે. નવાનગર રેલવે પાટા નજીક, અંજાર)**ને 0.829 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજો, મોબાઇલ ફોન સહિત કુલ ₹42,450નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ગુનામાં સંડોવાયેલા **અલ્તાફ ભચ્ચુ બાફણ (રહે. ગંગાનાકા, અંજાર)**ને પકડવાનો બાકી હોવાનું જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.