ખંભાત: ખંભાત શહેરના બસ સ્ટેન્ડ રોડ પર ફરજ દરમિયાન જીઆરડી મહિલાનું નિધન
Khambhat, Anand | Jun 22, 2026 ખંભાતના બસ સ્ટેન્ડ રોડ પર બપોરના સુમારે GRD રંજનબેન રમેશભાઈ વાળંદ ફરજ પર હતા ત્યારે તેમને એકાએક ગભરામણ થવા લાગી હતી.ગભરામણને કારણે તેઓ ઘટનાસ્થળે જ પડી ગયા હતા.તત્કાલ સારવાર માટે તેમને નજીકની શિવમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી પી.એમની વિધિ પૂર્ણ કરી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારજનો સોપાયો હતો.