અંજાર: શ્રી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંજાર લોહાણા મહાજન વાડી ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો
Anjar, Kutch | May 24, 2026 અંજાર ખાતે શ્રી માનવસેવા ચેરી ટ્રસ્ટ દ્વારા શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સહકારથી વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ આંખોની તપાસ કરાવી લાભ લીધો હતો.કેમ્પ દરમિયાન 91 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 32 દર્દીઓને વધુ સારવાર અને ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. કેમ્પનું આયોજન પ્રેશા કોડરાણીના જન્મદિન નિમિત્તે કરવામાં આવ્યું હતું.