ગાંધીનગર: વડાપ્રધાનનરેન્દ્રભાઇ મોદીની જીવનયાત્રા પર આધારિત ભવ્યાતિભવ્ય મલ્ટિમિડીયા શો “નમોત્સવ” યોજાયો
ગાંધીનગર નાગરિક સમિતિ દ્વારા દેશના સર્વાધિક લોકપ્રિય નેતા, પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદીની જીવનયાત્રા પર આધારિત ૧૫૦ થી વધુ કલાકારોની અદભૂત પ્રસ્તુતિ અને આતશબાજી અને આધુનિક ડ્રોન શો સાથેનો ભવ્યાતિભવ્ય મલ્ટિમિડીયા શો “નમોત્સવ” ગાંધીનગરમાં એલ.આઈ.સી ગ્રાઉન્ડ, સેકટર ૧૧ ખાતે યોજાઈ ગયો હતો. ગૃહરાજ્ય તેમજ યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રીહર્ષભાઈ સંઘવીએ નો પ્રારંભ કરાવ્યો હતો.