ગાંધીધામ: આદિપુરમાં નોટિસ બાદ જોખમી બિલ્ડીંગ ખાલી, ડિમોલીશન શરૂ
આદિપુર વિસ્તારમાં વધુ એક જર્જરિત અને ભયજનક બિલ્ડીંગને મનપા દ્વારા અગાઉ નોટિસ આપી ખાલી કરાવવામાં આવી હતી. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રહેવાસીઓને સમયસર બહાર કાઢી બિલ્ડીંગ માલિક દ્વારા 29 એપ્રિલના રોજ ડિમોલીશનની કામગીરી હાથ ધરાઈ. મનપા દ્વારા આવા જોખમી માળખાઓ સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.