ખંભાત: ખંભાતના કોલેજ રોડથી સ્ટેશન તરફ જતો માર્ગ જોખમી બન્યો, ઉભરાતી અને ખુલ્લી ગટરોથી રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ
તાજેતરમાં 22 લાખના ખર્ચે બનેલા કોલેજથી રેલવે સ્ટેશન જતો માર્ગ જોખમરૂપ બન્યો છે.ગટરોના ઢાંકણાં ગાયબ છે. ઉપરાંત વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહી છે.આખો માર્ગ જોખમી હાલતમાં ફેરવાયો છે.નગરા, રંગપુર, કતકપૂર, શાળા,કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, સહિત હજારોની સંખ્યામાં વાહનચાલકોની અવર જવર રહેતી હોય છે.ઉભરાતી અને ખુલ્લી ગટરોથી રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.સ્થાનિક કાઉન્સિલરો પણ આ બાબતે ધ્યાન આપતાં ન હોવાની પણ ફરિયાદો ઉઠી છે.