અંજાર: શાંતિધામ સોસાયટી વિસ્તારમાંથી “નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ” અભિયાન હેઠળ ગાંજા સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપ્યો
Anjar, Kutch | Jul 9, 2026 એસઓજી પી.આઈ. બી.વી. બોરીસાગરના માર્ગદર્શન હેઠળની ટીમને મળેલી બાતમીના આધારે અંજાર તાલુકાના શાંતિધામ-01 સોસાયટી નજીકથી એક શખ્સ મુકેશ પંચાભાઈ વાલ્મીકીને ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે 9.540 કિલોગ્રામ ગાંજો, મોબાઇલ ફોન, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા રોકડ મળી કુલ રૂ. 5,48,100નો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અંજાર પોલીસને સોંપવામાં આવી છે.