કચ્છના નખત્રાણા નજીક મથલ બ્રિજ પાસે નર્મદા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. લાઇનના એરવાલમાંથી જોરદાર પાણીના ફુવારા ઉડતા માર્ગ પાસે પાણી ફેલાયું હતું. લિકેજને કારણે હજારો લીટર પીવાનું પાણી વેડફાયું હોવાનું સામે આવ્યું છે. નખત્રાણા-લખપત હાઇવે નજીક સર્જાયેલા ભંગાણથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. એક તરફ વિસ્તારમાં પાણીની અછતની સ્થિતિ છે, ત્યારે બીજી તરફ મોટા પાયે પાણી વેડફાતા સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક મરામત કરી પાણીનો વેડફાટ રોકવાની માંગ કરી છે.
#HumDekhengeNews #KutchNews #Nakhatrana #NarmadaPipeline
Ahmadabad City, Ahmedabad | Sep 12, 2026