નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી દરમિયાન આખી રાત ગરબા રમવાની છૂટ અંગે ફરી મોટો ઈશારો કર્યો છે. તેમણે લોકોને પૂછ્યું કે નવરાત્રીમાં કેટલા વાગ્યા સુધી ગરબા રમો છો, જેના જવાબમાં “આખી રાત”નો પ્રતિસાદ મળ્યો. સંઘવીએ કહ્યું કે રાતભર ગરબા રમાય તો લોકો આનંદ માણી શકે અને સાથે રોજગારની તકો પણ વધે. રાત્રિના સમયે નાના વેપારીઓ, ખાણીપીણીના ધંધાર્થીઓ અને અન્ય વ્યવસાયકારોને પણ વધારાનો વેપાર મળી શકે છે. તેમણે દાવો કર્યો કે નવરાત્રીના દિવસોમાં નાના વેપારીઓને દિવાળી જેવી કમાણી કરવાની તક મળે છે. આ નિવેદન બાદ આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે તેવી ચર્ચા તેજ બની છે.
#HumDekhengeNews #HarshSanghavi #Navratri2026 #GarbaNight #FestiveSeason