માંડવી: કોટાયા નજીક જુગારધામ પર LCBનો દરોડો, 3 ઝડપાયા
Mandvi, Kutch | Jul 18, 2026 પશ્ચિમ કચ્છ LCBએ માંડવી તાલુકાના કોટાયા ગામ નજીક ધાણીપાસા વડે રમાતા જુગાર પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે રૂ. 42 હજારની રોકડ, એક મોબાઇલ ફોન, બે મોટરસાયકલ અને ધાણીપાસાના બે નંગ જપ્ત કર્યા છે. પકડાયેલા કરશન ભીમશી ગઢવી, ભાવેશ નારાણભાઈ ગઢવી અને વસીમ અદ્રેમાન ચાકી સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.