અંજાર: LCB પોલીસે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાતાપર ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી
Anjar, Kutch | Jun 25, 2026 એલસીબી દ્વારા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાતાપર ગામે દરોડો પાડી ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.પોલીસે કુલ અંદાજે રૂ. 8.79 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સુનિલ શામજી માતા અને રમઝાન હમીરકાસમ જુણેજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ કિશોર નાગજીભાઈ વ્યાસ અને રાજેશ ઉર્ફે રાજુ રઘુભાઈ પ્રજાપતિને પકડવાના બાકી હોવાનુ જણાવી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.