ભચાઉ: નવા બસ સ્ટેન્ડ પાછળ સ્મશાન ઘાટની અંદર જુગાર રમતા ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા
Bhachau, Kutch | Jun 3, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભચાઉ પોલીસની ટીમને જુગારની બાતમી મળી હતી. જે બાદ ભચાઉ પોલીસની ટીમે ભચાઉ શહેરમાં નવા બસ સ્ટેશન પાછળ સ્મશાન ઘાટ પર રેડ કરી હતી. રેડ દરમિયાન જુગાર રમતા ખેલી મીત શામજી રાજપૂત રહે જલારામ સોસાયટી, હરેશપુરી રઘુપુરી ગોસ્વામી રહે હિંમતપુરા વાળાની ધરપકડ કરવામાં આવી હતી.