સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ પર સસ્તા ભાવે પશુઓ ખરીદવાની લાલચમાં વધુ એક નાગરિક ઓનલાઇન ઠગાઈનો ભોગ બન્યો છે. મોરવા હડફના નવાગામ ખાતે રહેતા અને આર્મીમાંથી નિવૃત થયેલા એક જવાન સાથે યુટ્યુબ પર ભેંસો વેચવાના બહાને ₹85,500ની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ મોરવા હડફ પોલીસ મથકે નોંધાઈ છે.