કાલોલ: આગામી તહેવારોને અનુલક્ષીને કાલોલ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ: DySP નવીન આહિરે આયોજકોને આપ્યું માર્ગદર્શન
આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ અને ઈદે મિલાદ જેવા ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક ડીવાયએસપી નવીન આહિરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં પીઆઈ આર. ડી. ભરવાડ તથા પીએસઆઈ એમ. આર. મોહનીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં કાલોલ શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો તેમજ ઈદે મિલાદ કમિટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડીવાયએસપી નવીન આહ