દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના લખણપુરમાં એગ્રીકલ્ચર વીજ લાઈન સાત ગાળાના વીજ વાયરોની ચોરી
વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોએ સુખસર પોલીસ સ્ટેશન સહિત ફતેપુરા એમ.જી.વી.સી.એલ માં જાણ કરી
દાહોદ તા.૧૧
સુખસર તાલુકામાં વરસાદના અભાવે તમામ ખેતી પાકો નિષ્ફળ જવાના આરે ઉભેલા છે.તેવા જ સમયે કેટલાક કુવાઓમાં સામાન્ય કહી શકાય તેટલું પાણી હોય તે પાણીથી મોટરો દ્વારા ખેતીમાં પાણી પહોંચાડવા ખેડૂતો મરણિયો પ્રયાસ કરી રહ્યા છે.અને તેવા જ સમયે લખણપુરના તળગામ ફળિયા ખાતે કોઈ જાણભેદુ ચોર લોકોએ એગ્રીકલ્ચર વીજ લાઈનના વાયરોની ચોરી કરી જતા નવીન વીજ વાયરો નાખવા માટે સુખસર પોલીસ સ્ટેશન સહિત ફતેપુરા એમજીવીસીએલ તંત્રોને લેખિત જાણ કરવામાં આવેલ છે.છતાં તંત્રો દ્વારા દિવસો વીતવા છતાં બેદરકારી દાખવવામાં આવતાં રહ્યા સહ્યા પાકો પણ સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.જેથી વહેલી તકે વીજ વાયરો નાખી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામા�
Dohad, Dahod | Sep 11, 2026