ગાંધીધામ: મનપા દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી:"Yoga for One Earth, One Health" થીમ હેઠળ રમતગમત સંકુલ ખાતે આયોજન
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 21 જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સફળતાપૂર્વક યોજાઈ હતી."Yoga for One Earth, One Health" થીમ હેઠળ રમતગમત સંકુલ, ગાંધીધામ ખાતે સવારે 6:00 થી 8:00 વાગ્યા દરમિયાન આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો.