Surat Breaking: 2 વર્ષ જૂના અકસ્માત મોતના કેસમાં મોટો ખુલાસો! સગીર બાળકીના સાવકા પિતાની ધરપકડ | FSL Report
સુરતમાં બે વર્ષ જૂના અકસ્માત મોતના કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. વર્ષ 2024માં 13 વર્ષીય સગીર બાળકીના મોતને લઈને અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો.
PM રિપોર્ટ બાદ કરવામાં આવેલી **FSL તપાસમાં મહત્વના પુરાવા સામે આવતા** અઠવાલાઇન્સ પોલીસે સમગ્ર કેસની ફરી તપાસ હાથ ધરી હતી. FSL રિપોર્ટના આધારે અકસ્માત મોતનો કેસ ગંભીર ગુનામાં પલટાયો હોવાની માહિતી સામે આવી છે.
પોલીસે સગીર બાળકીના **સાવકા પિતાની ધરપકડ** કરી છે. પોલીસે IPCની કલમ 376(2)(J), 323 તથા POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરી હોવાનું જણાવાયું છે.
હ્યુમન ઈન્ટેલિજન્સ અને સુરત FSLની કાર્યવાહી બાદ પોલીસે આરોપી સુધી પહોંચીને ધરપકડ કરી છે.
બે વર્ષ બાદ કેસમાં મહત્વનો ખુલાસો થતાં અઠવાલાઇન્સ પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે.
#suratbreaking #suratnews #suratcrime #athwalinespolice #suratpolice
Udhna, Surat | Sep 9, 2026