જયપુરમાં મુખ્યમંત્રીના VIP રૂટ દરમિયાન બનેલી એક ઘટનાએ વહીવટી તંત્રની સંવેદનશીલતા પર સવાલો ઊભા કર્યા છે. મુખ્યમંત્રીનો કાફલો નીકળવાનો હતો એટલા માટે પોલીસ દ્વારા રસ્તો ખાલી કરાવાઈ રહ્યો હતો. આરોપ છે કે એ જ સમયે પોલીસ દ્વારા એક યુવતીને મોમોઝની લારી હટાવવા કહ્યું, ત્યારે યુવતીએ તેને 2 જ મિનિટમાં હટાવી દેવાનું પણ કહ્યું, પરંતુ જયપુર પોલીસે યુવતીની લારી પલટી નાખી અને તેમાં રહેલું ગરમ પાણી પડતાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. હવે સામે આવેલા નવા વીડિયોમાં પીડિતા રસ્તા પર પીડાથી કણસતી જોવા મળે છે, જ્યારે પોલીસ VIP રૂટ ક્લિયર કરવામાં વ્યસ્ત હોવાનું આરોપ છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ છે.
#Jaipur #VIPRoute #PoliceAction #RajasthanNews #ViralVideo #IndiaNews #HumDekhengeNews