મોરવા હડફ: મોરવા હડફ મત વિસ્તારમાં સમાવિષ્ટ આંજણવા ગામે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં આયોજિત બેઠક યોજાઈ હતી
મોરવા હડફ મત વિસ્તારના ગોધરા તાલુકાની સરસવા(પ) જિલ્લા પંચાયત સીટ હેઠળ આંજણવા ગામે તા.23 એપ્રિલ ગુરુવારના રોજ રાત્રે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આયોજિત બેઠક યોજાઈ હતી.આ પ્રસંગે મંડળ પ્રમુખ ભરતભાઈ પટેલ સહિત તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો, સમર્પિત કાર્યકર્તાઓ, ગામના વડીલો, ઉત્સાહી યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા