અંજાર: વાગડિયા ચોકમાં જાહેરમાં લોકો પાસેથી આંકડો લેતા બે પન્ટરને પોલીસે ઝડપ્યા
Anjar, Kutch | Apr 24, 2026 અંજારના વાગડિયા ચોકમાં શ્રીજી કોમ્પલેક્સ નીચે બે શખ્સ લોકો પાસેથી આંકડો લઈ પેન વડે ડાયરીમાં લખી રહ્યા હતા, તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને અહીંથી સિકંદર ઉર્ફે કારિયો ઈબ્રાહિમ આરબ તથા જુસબ ઉર્ફે બન્ડી ઈબ્રાહિમ થેબા નામના શખ્સોને દબોચી લેવાયા હતા. આ શખ્સો લોકો પાસેથી આંકડો લઈ સંઘવી હોમ્સમાં રહેતા કેવિન વિજય ઠક્કર નામના શખ્સને લખાવતા હતા. પકડાયેલા આ પન્ટરો પાસેથી રોકડ રકમ, આંકડાનું સાહિત્ય વગેરે મળીને કુલ રૂા. 3450નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો.