ભાવનગર: શાહ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીને રાષ્ટ્રપતિ ભવન દિલ્હી જવાનુ આમંત્રણ મળ્યું
ભાવનગર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરની શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાર્થ અમૃતભાઈ મોરડીયાને દેશના સર્વોચ્ચ ગણાતા રાષ્ટ્રપતિ ભવનમાંથી ગૌરવપૂર્ણ આમંત્રણ મળ્યું છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાનારા પ્રતિષ્ઠિત "એટ હોમ રિસેપ્શન" કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.