અંજાર: મુખ્ય બજારમાં દુકાનોમાં એ.સી.ના કોપર કેબલોની તસ્કરીથી ચકચાર
Anjar, Kutch | Jul 3, 2026 ગંગા બજાર, માલાશેરી તેમજ અભિષેક કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં આવેલી 20 કરતા વધુ દુકાનોના એસીના આઉટડોર યુનિટમાંથી કોપર પાઇપ કપાયા હતા. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધ્યા છે. શહેરમાં વધતા -જતા ચોરીના બનાવોને અંકુશમાં લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.